Amreli: સાવરકુંડલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનીબેટિંગ શરૂ, ગરમી અને બફારામાં રાહત…

યોગેશ ઉનડકટ, બ્યૂરો ચીફ અમરેલી/ સાવરકુંડલા, 23 જૂન, 2024: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે બપોરે 3:45 કલાકે શરૂ થયેલો ભારે વરસાદ હજુ પણ ધીમી ગતિએ ચાલુ છે. ગરમી અને ભારે બફારાથી ત્રાસી રહેલા લોકો માટે આ વરસાદ રાહત લાવનારો બન્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી રહેલા આ વરસાદને લોકોએ આનંદથી માળી રહ્યા છે. જોકે, આ વરસાદ ખેડૂતો માટે રાહતદાયક બન્યો છે.

સાવરકુંડલા અમરેલી

અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ડોળીયા, માંડળ, મોરંગી ડુંગર, આસરાણા, દેવકા કુંભારિયા, ખાંભલીયા સહિત ગામમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બપોરે બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

બાબરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ
બાબરા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બાબરાના વાવડા ગામે એક કલાકમાં દોઢથી બે ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવડા ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. વાવડા ગામના ખેતરો પણ ચારે તરફ પાણી-પાણી થઈ ગયા છે. બાબરા પંથકમાં સારો વરસાદ પડતા જગતનો તાતે રાહતનો શ્વાસ લીધો છે.

લાઠીમાં વરસાદી માહોલ
લાઠીના ગ્રામિણ પંથક વરસાદી માહોલ જામ્યો છે. દામનગર થઈ ગારીયાધાર રોડ પર આવેલા પાડર શીગા સહિતના ગામમો વરસાદ શરૂ થયો છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.