IND VS ZIM: ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો કેપ્ટન, જાણો કોનું કપાયું પત્તું…
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 6 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે આ શ્રેણી માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આવા પાંચ ખેલાડીઓ પણ ટીમમાં આવ્યા છે જેઓ પ્રથમ વખત ટી20 ટીમ સાથે જોડાયા છે. પસંદગીકારોએ અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ રેડ્ડી, તુષાર દેશપાંડે અને ધ્રુવ જુરેલને પણ તક આપી છે.
આ ખેલાડીઓની વાપસી
ઝિમ્બાબ્વે સીરિઝ સાથે ટીમ ઈન્ડિયામાં ચાર ખેલાડીઓની વાપસી થઈ છે અને ઋતુરાજ ગાયકવાડને ફરી તક આપવામાં આવી છે. લેગ સ્પિનર રવિ બિશ્નોઈ, ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને અવેશ ખાનની ટીમમાં વાપસી થઈ છે.
આ ખેલાડીઓનું કપાયું પત્તું
રસપ્રદ વાત એ છે કે IPL વિજેતા KKR ટીમના ઘણા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. આમાં શ્રેયસ અય્યર પણ સામેલ છે. તેમના સિવાય વેંકટેશ અય્યર, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.
ભારત-ઝિમ્બાબ્વે સીરિઝનું ટાઈમ ટેબલ
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ મેચની T20 શ્રેણી રમશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. રસપ્રદ વાત એ છે કે તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.
પ્રથમ મેચ – 6 જુલાઈ
બીજી મેચ- 7મી જુલાઈ
ત્રીજી મેચ – 10મી જુલાઈ
ચોથી મેચ – 13 જુલાઈ
પાંચમી મેચ- 14 જુલાઈ