આજે સાતમું નોરતું છે ત્યારે આજ ના દિવસે કાલરાત્રિ માતા ની પૂજા કરવામાં આવે છે.
કેવું છે કાલરાત્રિ માતાનું સ્વરૂપ
કાલરાત્રી મા દુર્ગાની આ સાતમી શક્તિ નવરાત્રીના સાતમા દિવસે પૂજવામાં આવે છે. આ દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો છે અને કેશ વિખરાયોલા છે તથા ગળામાં વિદ્યુતની જેમ તેજસ્વી માળા છે . અંધકારમય સ્થિતીઓને નાશ કરનારી શક્તિ છે કાલરાત્રી માતા. આ દેવીને ત્રણ નેત્ર છે અને ત્રણેય નેત્ર બ્રહ્માંડના આકારે ગોળ છે , આ દેવીના શ્વાસોશ્વાસમાંથી અગ્નિ નીકળે છે. ચતુર્ભુજા ધારીણી આ દેવીના ઉપર તરફ ઉઠેલા જમણા હાથની મુદ્રા ભક્તોને શૂભાષિશ આપે છે જ્યારે નીચે તરફનો જમણા હાથની મુદ્રા અભય મુદ્રા દર્શાવે છે. ડાબી તરફ ઉપર ઉઠેલા ડાબા હાથમાં રક્ત ટપકતું ખડ્ગ છે અને નીચે તરફના ડાબા હાથમાં કાંટો છે
માતાજી નો શ્લોક
એકવેણી જપાકર્ણ પૂરા નગ્ના ખરાસ્થિતા |
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણિ તૈલાભ્યક્તશરિરિણી ||१||
વામપાદોલસલ્લોહ લતાકંટકભૂષણા |
વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી ||२||
માતાના પૂજન કરવાથી થતો લાભ
આ દેવી હંમેશા શૂભફળ પ્રદાન કરનારી છે સમસ્ત ભયને દૂર કરનારી દેવી છે તથા મલિન તત્વોને દૂર કરે છે. કાલરાત્રિ દેવી મંગલ કરનારી દેવી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર કરનારી છે. કાલરાત્રિના પૂજનથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરી શકાય કાલરાત્રિ માતાની પૂજા
કલરાત્રિ દેવીમાં જબરદસ્ત શક્તિ એક્વાર સિદ્ધ થઈ જાય તો સમસ્ત બ્રહ્માંડની શક્તિઓના દ્વાર ખુલી જાય
માતા ને શું કરવું જોઇએ અર્પણ
અનેક પ્રકારના વ્યંજનો લાવીને માતાજીને અર્પણ કરવા જોઈએ
માતાજીના સ્વરૂપને કયા દેવીઓ સાથે સરખાવી શકાય
માતાજી ને ચામુંડા માતાજી અને મહાકાલી માતાજી સાથે સરખાવી શકાય છે. અસૂરોના વિનાશ કારનારી દેવી છે. કાલરાત્રિ દેવી મહાકાલી અશુભ તત્વોને દૂર કરનારી દેવી છે અને ચામુંડા માતા પણ અસૂરોના વિનાશ કરનારી દેવી છે. મહાકાલી અને ચામુંડા સંહાર કરનારી દેવી છે
આજનો મંત્ર
રિં કાલરાત્રિ દેવ્યૈ નમઃ||
આ મંત્રની ૩ માળા કરવી