બગસરા, રૂપેશ રૂપારેલિયા/ આજરોજ લોકભારતી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલયમાં બગસરામાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ધીરુભાઈ કોટડીયા મહામંત્રી અશોકભાઈ પંડ્યા જિલ્લાના મંત્રી મનોજભાઈ મહિડા તેમજ મેઘાણી હાઈસ્કૂલ બગસરાના આચાર્ય શ્રી જેઠવા સાહેબ તેમજ સાહિત્ય ક્ષેત્રે ખ્યાતિ પામેલા એવોર્ડ વિજેતા શ્રી સ્નેહી પરમાર સાહેબ તેમજ ટ્રસ્ટી મુળજીભાઈ મહિલા દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે.
આચાર્યશ્રી જેઠવા સાહેબે બાળકોને માર્ગદર્શન આપી જીવનમાં આગળ વધવા શીખ આપેલ તેમ જ એડવોકેટ કોટડીયા સાહેબે બાળકોને મેઘાણી હાઇસ્કુલમાં વિદ્વાન શિક્ષકો હોય જેમનો લાભ લઇ ભણવાની સલાહ આપી તેમજ સ્નેહી પરમાર મનોજભાઈ મહિડા એ બાળકોને જીવનમાં તકલીફ તો આવતી હોય છે તેનો સામનો કરી અભ્યાસ કરવા શીખ આપે તેમ જ અમારા જેવું કામ જણાવવા બાળકોને જણાવ્યું બધા આગેવાનો હોસ્ટેલનું નિરીક્ષણ કરી બાળકોને મળી સુંદર મજાનું બગીચાનું જતન કરેલ છે તે જોઈને આનંદિત થયા. ટ્રસ્ટી મૂળજીભાઈ મહિડા એ સર્વે આગેવાનોની મુલાકાત બદલ આભાર વ્યક્ત કરેલ છે હોસ્ટેલમાં આ સુંદર મજાનું આયોજન ગૃહપતિ રોહિતભાઈ સરવૈયા એ કરેલું હ







