બગસરા, રૂપેશ રૂપારેલિયા/જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે ઝોન કક્ષાની ખો ખો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોનના વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે જોડાયા હતા. પસંદ થયેલી ટીમો રાજ્યકક્ષાએ રમશે.
વિગત અનુસાર જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઝોન કક્ષાના ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી સહિત રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, કચ્છ સહિતના સૌરાષ્ટ્ર ઝોનના નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે જોડાયા હતા.
સરપંચ જયસુખભાઈ કસવાળા, આચાર્ય વિજયકુમાર, ડોડીયાભાઈ, સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 12 ટીમના 150 થી પણ વધુ સ્પર્ધકોએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી. જે પૈકી 72 વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં મહીસાગર જિલ્લા ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધામાં પસંદગી પામશે. ઉદ્ઘાટન પ્રસંગે આભાર વિધિ વિકાસભાઈ દ્વારા તથા કાર્યક્રમનું સંચાલન અરવિંદ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું







