BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે જાહેરાત કરી હતી કે ગૌતમ ગંભીર ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ હશે. કોચ બનતા પહેલા ગૌતમ ગંભીર IPLમાં લખનૌ અને KKR ટીમના મેન્ટર રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ દિલ્હીથી સાંસદ પણ રહી ચૂક્યા છે.

ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે. 42 વર્ષના ગંભીરના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 58 ટેસ્ટ મેચ, 147 વનડે અને 251 ટી-20 મેચ રમી છે. ગંભીર 2003 થી 2016 સુધી ક્રિકેટ રમ્યો અને પછી વર્ષ 2019 માં તેને 17મી લોકસભા માટે ભાજપ તરફથી ટિકિટ મળી. ગૌતમ ગંભીર 2023 સુધી દિલ્હીથી સાંસદ રહ્યા, ત્યારબાદ તેમણે રાજકારણ છોડવાની જાહેરાત કરી. હવે તેને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે.

 જાણો કેટલી છે સંપત્તિ 
વર્ષ 2019ના ચૂંટણી એફિડેવિટ મુજબ, ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયા છે. જવાબદારીઓની વાત કરીએ તો તેમના પર 35 કરોડનું દેવું પણ છે. 14 ઓક્ટોબર 1981ના રોજ જન્મેલા ગૌતમ ગંભીરે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. જોકે તેણે ડિગ્રી કોર્સ પૂર્ણ કર્યો નથી. તેમના પોતાના 11 બેંક ખાતા છે, જ્યારે સમગ્ર પરિવારના કુલ 21 બેંક ખાતા છે. આ બેંક ખાતાઓમાં 2 કરોડ રૂપિયાથી વધુની જમા છે.

ગૌતમ ગંભીરે સ્ટોક માર્કેટમાં આટલું રોકાણ કર્યું  
કેશની વાત કરીએ તો ગૌતમ ગંભીર પાસે 1,15,000 રૂપિયાની રોકડ છે. ગૌતમ ગંભીરે પણ શેરબજારમાં ઘણું રોકાણ કર્યું છે. તેણે મોટા ભાગના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે. ગૌતમ ગંભીરે શેર, બોન્ડ, ડિબેન્ચર અને ફંડમાં કુલ રૂ. 26.87 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ સિવાય PPFમાં 4,91,500 રૂપિયા જમા છે.

5 કિલો ચાંદી અને આ કારોના માલિક
ગૌતમ ગંભીરે LIC અને અન્ય કંપનીઓ દ્વારા વીમો કરાવ્યો છે. આવી સ્થિતિમાં તેમના નામે 18 પોલિસી ખરીદી છે, જેમાં કુલ રોકાણ 1,24,04,803 રૂપિયા છે. તેમની પાસે 88,95,24,872 રૂપિયાની પર્સનલ લોન છે. ગૌતમ ગંભીર પાસે 5 કિલોથી વધુ સોનું અને 5 કિલોથી વધુ ચાંદી છે. જ્યાં સુધી કારની વાત છે, ગૌતમ ગંભીર પાસે ઓડીથી લઈને BMW સુધીની કાર છે.