બગસરા, રૂપેશ રૂપારેલીયા/ બગસરા પાલિકા દ્વારા પાણી વેરો 600 ના 900 કરવામાં આવ્યા સફાઈ વેરો 15ના 100 કરવામાં આવ્યો અને લાઈટ વેરો જે હતો જ નહિ તે નવા વેરાના રૂપમાં 50 અને ભૂગર્ભ ગટરનો પણ નવો વેરો તરીકે 250 લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા આ વિરોધને ઘોળીને પી ગઈ પાલીકાએ કાલની બોર્ડની મિટિંગમાં નિર્ણય લીધો હતો. અને લોકોને ઊંધા ચશ્મા પહેરાવતા હોય તેમ 15% રીબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે પાલિકા દ્વારા ધારાસભ્ય અને સંસ્થાઓની હાજરીમાં વેરો વધારવા બાબતે એક મિટિંગ પણ બોલાવી હતી.
જ્યારે આજ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ એક મીટીંગ બોલાવી હતી તેમાં પાલિકા વેરો વધારશેતો આંદોલનની ચિમકી પણ ઊંચ્ચારી હતી. પરંતુ પાલિકા આ વિરોધને ધ્યાને લીધા વગર ઠરાવ કરી નાખવામાં આવેલ હતો સાથે બીજો ઠરાવ પણ કરેલ હતો કે જે કરદાતા આવતા વર્ષે 1 એપ્રિલ થી 30 જૂન સુધીમાં વેરો ભરશે તેને 15% રીબેટ આપવામાં આવશે. પરંતુ શહેરની ભોળી ભાળી જનતાને મૂર્ખ બનાવી હોય તેવું લાગી રહેલ છે.
જ્યારે પાલિકા આ નિયત સમય મર્યાદામાં વેરો ભરે તેને પહેલેથીજ 10% રિબેટ આપતીજ હતી જે ફક્ત 5% વધારે આપવા ઠરાવ કરી લોકોને ઉધાં ચશ્મા પહેરાવ્યા હતા જો કે આ વળતરમાં પાણી વેરાનો સમાવેશ કરવામાં આવેલ નથી જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ ને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે વ્યવસાય વેરો 500 હતો જે રાજ્ય સરકાર દ્વારા વધારીને 2500 કરવામાં આવ્યો ત્યારે કોઈ વિરોધ થયો ના હતો જ્યારે પાલિકા એકાંતરા પાણી આપે છે અને શહેરમાં ભૂગર્ભ ગટર કાર્યરત છે લાઈટો 4500 જેટલી છે તો આ તમામનો જાળવણી ખર્ચ અંદાજે 1 કરોડ કર્તા વધારે થાય છે. જ્યારે લોકો 100% વેરો ભરેતો વેરાની આવક 1 કરોડ જેવી થાયછે જ્યારે પાલિકા શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે આ વેરો વધારો કરેલ છે જ્યારે અનેક સંસ્થાના આગેવાનો દ્વારા કહેવામાં આવેલ કે અનેક વિસ્તારમાં સફાઈ કામદારો ફરકતા પણ નથી તો અનેક વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળે છે તો આવી પરિસ્થિતિ માં વેરો વધારવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી કહેવાય..







