ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે પોતાનો મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. જેમાં બે બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના જ્યારે ચાર અન્ય જિલ્લાના છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા વરેઠા ગામના 1 વર્ષના બાળકની તબિયત લથડતા તેને વડનગર સિવિલમાં લવાયું હતું. જ્યાં તેણે વેન્ટિલેટર સાથે ICUની જરૂર હોવાથી એક્સપર્ટ ડોકટરોની સારવાર મળી રહે તે માટે તાત્કાલિક તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયું હતું. જ્યાં કાલે જ બાળકનું સેમ્પલ લઈ પુના મોકલી આપવામાં આવ્યું હતું. જોકે ગઈ કાલે રાત્રે 12ને 5 મિનિટે વરેઠાના એક વર્ષના બાળકનું શંકાસ્પદ રીતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા અને મહેસાણાના બાળકના મોત થતા રાજ્યનો મૃત્યુઆંક 10 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને તેમાથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે.
જાણો આ કેસનું નામ કેમ પડ્યું ચાંદીપુરા
દીપુરા વાયરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો.

જાણો શું છે લક્ષણો
ચાંદીપુરા વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે, અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે, શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.







