મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ મંગળવારે રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટ ઘણી રીતે ખાસ હશે. સરકાર સામે મોંઘવારી, બેરોજગારી અને વૈશ્વિક તણાવનો સામનો કરવાનો પડકાર રહેશે. આ સાથે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પણ પગલાં લઈ શકે છે. એટલું જ નહીં, નાણામંત્રી નિર્મલા સીતારમણ ફરી એકવાર આ બજેટ રજૂ કરશે. તે આ બજેટ રજૂ કરતાની સાથે જ નવો રેકોર્ડ બનાવશે. બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે.
નિર્મલા સીતારમણ બનાવશે એક રેકોર્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું.
બજેટમાં આ મુદ્દા પર રહેશે ફોકસ !
આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ન હતી અને એનડીએ ગઠબંધનની સરકાર બની હતી. આવી સ્થિતિમાં સામાન્ય જનતા, કરદાતાઓ અને નોકરીયાત લોકો માટે સરકારના સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાતો થવાની આશા છે. આ વખતે સરકાર મુખ્યત્વે મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ માટે આવકવેરામાં રાહતની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
જો અહેવાલોનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં આવનારા બજેટમાં ટેક્સ નિયમોમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી, 3 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી અને આ મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો