હાલ મેઘરાજા મન મૂકીને ઘેડ પંથકમાં વરસી રહ્યા છે ઘણી જગ્યાએથી તારાજી સર્જાયા ના દ્રશ્યો પણ સામે આવ્યા. ઘેડ પંથકમાં વરસાદે તારાજી સરજી છે ત્યારે ઉપલેટા ના લાઠ ગામથી આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં આભ ફાટ્યો હોવાની ઘટના બની છે.

 

મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે બે કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાય છે એવું કહી શકાય કે વાદળ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે લાઠ ગામની અંદર 11 ઇંચ વરસાદ પડતા ગામમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે દુકાનો અને મકાનો માં પાણી ખુશીયા ના સમાચાર મળી રહ્યા છે.

 

ત્યારે લાઠ ગામના સરપંચે પણ કહ્યું હતું કે સવારે છ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીમાં આશરે 12 ઇંચ થી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે. જળબંબાકાર ની પરિસ્થિતિથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી સાથે જ વિદ્યાર્થીઓ પણ ઉપલેટા મુકામે ભણવા જતા હોય છે તે પરત ફરી નથી શકતા ખેતરે રહેલા ખેડૂતો પણ ઘરે પરત ફરી નથી શકતા તેવી પરિસ્થિતિ સર્જાય છે સાથે જ ખેડૂતોએ વાવેતર કરેલ પાકને પણ નુકસાની જવાની ભીતિઓ સેવાઈ રહી છે