સમસ્ત રધુવંશીસમાજની એકતા અને સંગઠનને બુંલદ અને મજબુત બનાવવા માટે અખીલ સૌરાષ્ટ્ર રધુવીર સેના અમરેલી જીલ્લો કાર્યરત છે. ત્યારે અમરેલી જીલ્લા રધુવીર સેના દ્વારા આગામી તા.29,9,2024,ને રવિવાર ના રોજ માતૃ અંબાબહેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી અમરેલી ખાતે સમસ્ત રધુવંશી સમાજ માટે લગ્નોત્સુક પરિચય મેળાનુ ભવ્ય અને સુંદર આયોજન બધ્ધ રીતે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

આ લગ્નોત્સુક પરિચય મેળામા 200 જેટલા યુવક- યુવતી ઓ ભાગ લઈ શકે તે પ્રકારનુ આયોજન કરવા મા આવી રહ્યુ છે. ઉપસ્થિત ઉમેદવારો સહીત તેઓની સાથે આવેલા તેઓના સગા સ્નેહીઓ અને સંબંધીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જીલ્લા રધુવીર સેના દ્રારા કરવા મા આવી છે. તેમજ જે યુવતી ઓ તેઓ ના માતા પિતા સાથે ઉપસ્થિત રહેશે. તેઓ તમામ યુવતીઓને આશીર્વાદ રૂપી ભેટ આપવામા આવશે.

આજ ના સમય મા જ્યારે યુવક-યુવતી ના વેવીશાળ સંબધના કાર્યમા કોઈ મધ્યસ્થી નથી બનતુ. ત્યારે અમરેલી જીલ્લા રધુવીર સેના દ્રારા આયોજીત આ લગ્નોત્સુક પરિચય મેળો સમસ્ત રધુવંશી સમાજ માટે ખૂબ લાભદાઇ અને ઉપયોગી બનશે. સમસ્ત રધુવંશી સમાજ માટે ખુબ ઉપયોગી કાર્ય કરવા બદલ જીલ્લા રધુવીર સેનાના સન્માનનિય પ્રમુખ વિશાલભાઈ સોઢા અને તેની ટીમના મિત્રોને લોહાણા સમાજના શ્રેષઠીઓએ કાર્યને બીરદાવી પોતાનો રાજીપો વ્યક્ત કરી ધન્યવાદ સહ અભિનંદન પઠવી રહ્યા છે.

આ લગ્નોત્સુક પરિચય મેળા મા સમયસર નામ નોંધાવવા માટે પ્રમુખ વિશાલભાઈ સોઢા- 90815 59999, પિયુષભાઈ સોનપલ- 85303 99999, રવિભાઇ ભીમજીયાણી- 8460124365, બિરજુભાઇ અટારા- 99253 91837 અંકુરભાઇ ખખ્ખર- 97009 79777 પર સંપર્ક કરવા જીલ્લા રધુવીર સેનાના ઉપ પ્રમુખ પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ છે.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો