યોગેશ ઉનડકટ, બ્યુરોચીફ અમરેલી / સાવરકુંડલા ના ગાંધી ચોક માં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર 4500 રૂપિયાના પગારમાં પોતાનું ઘર ચલાવે છે. છતાં, રોજનો એક રૂપિયો તેમણે આખા વર્ષની બચત એટલે કે 350 રૂપિયા માં 20 વૃક્ષો વાવવા માં ખર્ચી દીધા. બિન ઉપયોગી કપડા તેમજ કડિયા કામમાં વપરાતા વેસ્ટિજ વાંસ માંથી પિંજરા બનાવી મળતી ખાલી જગ્યાઓમાં તેમણે આ વૃક્ષો વાવીને તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

જનકભાઈ દરરોજ સાયકલ લઈને આ વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમનું ધ્યેય છે કે આ નાના છોડો મોટા વૃક્ષો બનીને આપણને ઠંડક આપે. તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ. આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે. ગરમી, પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહી છે. આપણે બધા જ જનકભાઈ પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવી શકીએ છીએ. આપણે આપણા ઘરની આસપાસ, સ્કૂલમાં, કોલેજમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ તેમજ વૃક્ષોનું ધ્યાન રાખીએ. આપણે આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્વતા વિશે જણાવવું જોઈએ.

જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ. આપણે બધા મળીને આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ. જનકભાઈ જોશી એક સામાન્ય વ્યક્તિ છે, પરંતુ તેમનું કામ અસામાન્ય છે. તેમણે સાબિત કર્યું છે કે નાની શરૂઆતથી મોટું પરિવર્તન લાવી શકાય છે.