શ્યામ સેદાણી, બાબરા / અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબાર સત્ય વાતને લઈ કોઈ પણ વ્યક્તિને કે પક્ષને કહેવામાં જરા પણ ખચકાતા નથી. ત્યારે હવે વરસાદી પાણી ભરાવા મામલે કાનાબારે તંત્ર પર કટાક્ષ કર્યો છે.
સોશીયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે અને વરસાદી પાણી મામલે તેમણે મહાભારતને જોડી કટાક્ષ સાથે કહ્યું છે કે, તળાવમાં પાણી પીતા પહેલા યક્ષના પ્રશ્નોના જવાબ નહિ આપી શકવાને કારણે મૃત્યુ પામેલ ચાર પાંડવોને પુનઃજીવિત કરવા યક્ષે યુધિષ્ઠિરને તેના પ્રશ્નોના ઉત્તર આપવાની શરતે કેટલાક સવાલો પૂછ્યા. યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચેના સંવાદની આ કથા ખુબ જ જાણીતી છે. અનુમાન કરો કે વર્તમાન સમયમાં આવો સંવાદ થાય તો યક્ષ યુધિષ્ઠિરને કેવા પ્રશ્નો પૂછે ? સવાલ ૧ : વત્સ, ભારતવર્ષમાં વર્ષા તો ઇંચમાં થાય છે પણ શહેરોના રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓમાં તો પાણી ફૂટમાં ભરાઈ જાય છે ! આવું કેમ ? ( યક્ષનો બીજો સવાલ હવે પછી… )

હવે વધુ એક પોસ્ટની રાહ જોવાઈ રહી છે. કારણકે લોકોની સમસ્યા મામલે ડૉ. કાનાબાર વધુ એક પોસ્ટ કરશે અને તંત્રને સત્ય જણાવશે.







