ઈઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. હાનિયાને મારવા માટે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પસંદ કર્યું અને વહેલી સવારે હાનિયાને મારી નાખ્યો. તેના એક દિવસ પહેલા જ હમાસ ચીફ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ વખતે જોવા મળ્યો હતો અને બીજા જ દિવસે સવારે ઈઝરાયેલે હાનિયાને મારી નાખ્યો હતો.

હાનિયાના ખતમ થવાને ઈઝરાયેલની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી ઈઝરાયેલે ખુલ્લેઆમ આ હુમલાની કબૂલાત કરી નથી, પરંતુ ઈઝરાયેલમાં હાનિયાના મોત બાદ સામાન્ય લોકોની સાથે મંત્રીઓએ પણ ઉજવણી શરૂ કરી દીધી છે. ઇઝરાયેલના હેરિટેજ મિનિસ્ટર અમીચાય એલિયાહુ હનિયાના મૃત્યુ પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપનાર પ્રથમ વ્યક્તિ છે.

હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની છેલ્લી તસવીર સામે આવી છે, તેઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા

નેતન્યાહુએ નેતાઓને આ સૂચનાઓ આપી હતી
અમીચાય ઈલિયાહુએ કહ્યું, ‘દુનિયામાંથી આ ગંદકીને સાફ કરવાનો આ સાચો રસ્તો છે.’ ઈલિયાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલના સ્થાનિક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંત્રીઓને હનિયાની હત્યા પર કંઈપણ કહેવાની મનાઈ કરી છે.

ઈઝરાયેલે ઘરને જ ઉડાવી દીધું
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાએ મંગળવારે (30 જુલાઈ) ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે (બુધવારે) એટલે કે આજે વહેલી સવારે ઈઝરાયેલે ઈસ્માઈલ હાનિયા જે મકાનમાં રહેતો હતો તેને ઉડાવી દીધો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હુમલો તેહરાનમાં હનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં હમાસ ચીફની સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો.

ઈસ્માઈલ હાનિયા કતારમાં રહેતો હતો
હમાસનું મુખ્યાલય ગાઝા પટ્ટી વિસ્તારમાં છે. અત્યાર સુધી હમાસની કમાન ઈસ્માઈલ હાનિયાના હાથમાં હતી, જે તેના અધ્યક્ષ હતા. તેણે 2017 થી ખાલિદ મેશાલના અનુગામી તરીકે આ કામ સંભાળ્યું. તે કતારની રાજધાની દોહામાં રહેતો હતો અને ત્યાંથી હમાસનું કામ જોતો હતો. હકીકતમાં, ઇજિપ્તે તેના ગાઝા પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો