બુટલેગરો અને ડ્રગ્સ માફિયા સામે સરકારની લાલ આંખ, જો વાહનોમાં આવું કઈ લઈને ગયા તો થશે વાહનની હરાજી
રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને બુટલેગરો બેફામ બન્યા છે. આ દરમિયાન આ મામલે રાજ્યસરકારે તેમની સામે લાલ આંખ કરી છે. ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. રાજ્યમાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ ઝડપાય છે તો હતે વેણ વાહનોની સરકાર હરાજી કરશે.
રાજ્યમાં હવે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની કહેર નથી. રાજ્યમાં નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત કરશે અને ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.ગુજરાત સરકારે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી પાડવા માટે તૈયારી કરી લીધી છે.
અત્યાર સુધી કોર્ટમાં કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓ પોલીસ સ્ટેશનમાં જમા રહેતી હતી, પરંતુ હવે આવી ગાડીઓનો નિકાલ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે ડ્રગ્સના દૂષણને ડામવા સરકારના આંકરા પગલાંની શું અસર થાય છે.







