મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વિક્રમ સંવંત મુજબ શ્રાવણના પહેલા સોમવારે મહાકાલ લોક સ્થિત શક્તિપથ પર 1500 જેટલા ડમરુ વાદકોએએ પ્રસ્તુતિ કરીને ફેડરેશન ઓફ ઇંડિયન એસોસિયેશન ઓફ ન્યુયોર્કના 488 ડમરુ વગાડવાના રેકોર્ડને તોડ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઋષિનાથે ડમરુ વગાડવાના રેકોર્ડનું સર્ટિફિકેટ પ્રદાન કર્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન મોહન યાદવે ડમરુ વગાડવાના વિશ્વ રેકોર્ડને લઈને ઉજ્જૈનને શુભકામના પાઠવી હતી.

25 ગૃપના 1500 ડમરુ વાદકોએ ભસ્મ આરતીની ધૂન સાથે ડમરુ વગાડીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી. 1500 કલાકારોએ એક સાથે મળીને ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ડમરુના ગગનભેદી નાદથી ઉજ્જૈન શહેર ગુંજી ઉઠ્યું હતું. મહાકાલ મહાલોકની પાસેના શક્તિપથ પર યોજાયેલા અદ્દભુત અનોખા કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં ડમરુ વાદકોની મનમોહક રજૂઆતે સૌનું મન જીતી લીધું હતું.







