અજયભાઈ વાળા, ધારી/ રાજ્યમાં આખલા અને રખડતાં પશુનો આતંક યથાવત રહ્યો છે. છાસવારે આખલા અને પશુઓના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત બને છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારીમા આખલાનો ત્રાસ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અનેક લોકો રખડતાં પશુ અને આખલાના ત્રાસથી મુશ્કેલીમાં મુકાઇ ચૂક્યા છે. ત્યારે હવે 3 આખલા બાખડતા બાખડતા રોડ પર આવી ગયા હતા.ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા.
અમરેલીના ધારીમાં આખલાના આતંકની એક ઘટના સામે આવી છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 3 આખલા બાખડતા બાખડતા રોડ પર આવી ગયા હતા.ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી. આખલાઓએ અડફેટે લેતાં તુષાર પટેલ નામના ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા. અમરેલીના ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ધારી તીર્થ સ્થળ તરીકે અને પર્યટક સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે હવે ધારીમાં મુખ્ય રોડ પર રખડતાં પશુનો જમાવડો જોવા મળવો સામાન્ય વાત થઈ ચૂકી છે. અનેક લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ મુશ્કેલીનો નિવાડો લાવે છે કે કેમ ?
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







