ગુજરાતમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન… જાણો અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આ દરમિયાન ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તો 9 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ સાથે રાજ્યમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની ગતિ 55થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે.
પૂર આવવાની શક્યતા
ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુર આવવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.







