જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST હટાવવાના મુદ્દાએ હવે રાજકીય વળાંક લીધો છે. તેની શરૂઆત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રીને પત્ર લખીને કરી હતી. તેનો પડઘો સંસદમાં પણ સંભળાયો અને હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ વીમા પ્રિમીયમ પર GST હટાવવા અંગે મોટી જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 7 ઓગસ્ટના રોજ સંસદમાં ફાઇનાન્સ બિલ-2024માં કરાયેલા સુધારા પર પોતાનો જવાબ આપી રહ્યા હતા. દરમિયાન, તેમણે કહ્યું કે જીવન અને આરોગ્ય વીમા પ્રિમિયમ પર 18% GSTનો મુદ્દો GST કાઉન્સિલની બેઠકમાં લાવવામાં આવશે અને પછી આ વિષય પર નિર્ણય લેવામાં આવશે.

GST પહેલા પણ ટેક્સ લાગતો હતો
આ દરમિયાન તેમણે આ મુદ્દાનું રાજનીતિકરણ કરવા માટે વિપક્ષને પણ આડે હાથ લીધા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST લાગુ થયા પહેલા પણ મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ લાગતો હતો. આ તમામ રાજ્યોમાં લાગુ હતું. જે પક્ષો આજે આને મુદ્દો બનાવી રહ્યા છે, શું તેઓએ તેમની સરકાર હેઠળના રાજ્યોમાં આ ટેક્સ દૂર કરવાની ચર્ચા કરી છે?

વીમા પર GST થી 24000 કરોડ રૂપિયાની કમાણી
ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર 18%ના દરે GST વસૂલવાથી લોકો ખરેખર વીમો લેવાથી નિરાશ થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકોને વીમા જેવા નાણાકીય ઉત્પાદનોનો લાભ ફક્ત હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના કિસ્સામાં જ મળે છે. આવી સ્થિતિમાં પ્રીમિયમ પર GSTના ઊંચા દર સામાન્ય લોકોને નિરાશ કરે છે.

જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST વસૂલવાથી સરકારે છેલ્લાં 3 નાણાકીય વર્ષમાં રૂ. 24,000 કરોડથી વધુની આવક એકત્ર કરી છે. આ અંગે નાણામંત્રીનું કહેવું છે કે GST કલેક્શનના લગભગ 74 ટકા પૈસા રાજ્યોને જાય છે.

તેમણે કહ્યું કે વીમામાંથી GST હટાવવા અંગે ઘણા સૂચનો મળ્યા છે. આ અંગેનો નિર્ણય GST કાઉન્સિલમાં લેવામાં આવશે. GST કાઉન્સિલમાં રાજ્યોનો બે તૃતીયાંશ હિસ્સો છે. GST કાઉન્સિલ આવા નિર્ણયો લેવા સક્ષમ છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો