યોગેશ ઉનડકટ, સાવરકુંડલા/ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજે 70 થી 80 પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે. પદયાત્રા તારીખ 07/08/2024 ના રોજ સાવરકુંડલા થી આરંભ કરવામાં આવેલો જે તારીખ 11/08/2024 ના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ હોયજેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે.
છેલ્લા ત્રીસેક વર્ષથી શૈલેષભાઈ જોશી,ચેતનભાઇ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ, નિલેશભાઈ ચોહાણ જેવા શિવ ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે તેમજ રસ્તામા ઠેક ઠેકાણે ચા-નાસ્તા, ભોજન-પ્રસાદ, ઉતારાની વ્યવસ્થા થી લયને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર આયોજન કરી સર્વ ભક્તો માટે શિવજીના આશિર્વાદ મેળવે છે.સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી અને શિવભક્તો દ્વારા સહર્ષ આ પદયાત્રામાં સાથ સહકાર આપવા અને ભાગ લવામા આવે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







