આજે રાજકોટથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં કહ્યું કે, તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે
કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં કહ્યું કે, તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. વર્તમાનમાં ખેડૂતો ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે તેમજ વેપારીઓને પણ સારા ધંધા ચાલી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં શાંતિ ડોળવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા નામે યાત્રા કાઢવામાં આવી રહી છે. જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે જે યોગ્ય નથી, અનેક કારણો એવા છે કે જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે.
જાણો ન્યાય યાત્રા ક્યાંથી કયા જશે
મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાશે. જેમાં આજે મોરબીના દરબાર ગઢથી ન્યાય યાત્રાની શરૂઆત થશે, જે ગાંધીનગરના ચાંદખેડા સુધી યોજાશે. રાજોકોટ ગેમઝોન દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ યોજી ન્યાય યાત્રા યોજી રહી છે. તેમજ કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આવે પણ શક્યતા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો