અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ.તાલીમ સંસ્થા દ્વારા બહેનો ને વિવિધ પ્રકારની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે તે સંસ્થાનો મુખ્ય હેતુ બેરોજગારી દૂર કરી જરૂરીયાતમંદ લોકોને રોજગારી મેળવી તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.અને ખાસ તો મંડળો સાથે જોડાયેલ બહેનો ગ્રુપમાં પણ એક સાથે કામ કરી ને પોતાનો ગૃહઉદ્યોગ સ્થાપી શકે તેવા ઉમદા હેતુથી અનેક પ્રકારની તાલીમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે મંડળના બહેનોને મદદરૂપ થઈ બહેનોને બેંકની જાણકારી વીમા યોજના વગેરે જાણકારી અને મંડળો મજબૂત થઈ ને તમામ પ્રકારની માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી બેંકસખીની નિમણુક દરેક બેંકમાં આપવાની હોય જેના માટે બેન્કસખીની 6 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ પૂર્ણ કરનાર તમામ બેંકસખીને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસભાઇ પરમાર, ડી. એલ.એમ.કિરણભાઈ વ્યાસ,એસ.બી.આઈ.ના ચીફ મેનેજર ભારતી સર ,લીડ બેંક ના મેનેજર શિચોલિકર સાહેબ ,સંસ્થાના એસ.બી.આઈ.આર.સે.ટીના ડાયરેક્ટર શૈલેષભાઈ મેઘાણી સાહેબ આર. સે ટી.સ્ટાફ, તેજસભાઇ,વિકિભાઈ,મહેશભાઈ,સુરેશભાઈ,હીનાબેન,વગેરે ઉપસ્થિત રહ્યા હતાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરોજભાઇ રાઠોડે કર્યું હતું.

ફોટો / રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.