ચાલુ વર્ષના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આગામી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ચૂંટણીને ધ્યાને લઈને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પાંચ નેતાઓને પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપી છે.
ગુજરાત ભાજપના જે નેતાઓને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં બે પ્રધાન ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના વર્તમાન બે ધારાસભ્ય વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજાનો સમાવેશ થાય છે. તો વલસાડના સંસદસભ્ય ધવલ પટેલને પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના આ છ નેતાઓને અમરાવતી, મુંબઈ, નાસિક વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ભાજપના આ છ નેતાઓના, આગામી સપ્તાહથી મહારાષ્ટ્રમાં ધામા રહેશે. ગુજરાત વલસાડ સાંસદ ધવલ પટેલને પણ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોપવામાં આવી છે.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જવાબદારી માત્ર ગુજરાત ભાજપના જ નેતાઓને સોંપાઈ છે એવુ નથી. ગુજરાત સિવાય રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશના ભાજપના નેતાઓને પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોપાઈ છે.