અમરેલી જિલ્લાનાં તાલુકા અને સ્કુલવાઇઝ શિક્ષકોની ઘટ અને લાંબી રજા ભોગવતા શિક્ષકોમામલે વિરજી ઠૂમર મેદાને, DDO ને લખ્યો પત્ર 

રાજ્યમાં અનેક જિલ્લાઓ માંથી ગેરહાજર રહેતા શિક્ષકોને ઘેરભેગા કરવામાં આવ્યા છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટથી વિધ્યાર્થીઓનું ભવિષ ન બગડે તે મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજી ઠુમ્મર પણ મેદાને આવ્યા છે. તેમણે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી અને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.

પત્રમાં વિરજીભાઈએ જણાવ્યું કે, તાજેતરમાં જુદા-જુદા જિલ્લાઓની અનેક સ્કુલોમાં લાંબા સમયથી અને વિદેશ વસવાટ કરતા શિક્ષકો બાબતનાં સમાચારો પ્રસિધ્ધ થઈ રહ્યા છે. શિક્ષકની નોકરી મેળવ્યા પછી પોતાને મળતી હકક રજાઓ લઈને વિદેશ ભાંગી જતા સમાચાર પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેના કારણે શિક્ષણ કથળી રહ્યું છે.

સરકારી પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું

દેશના નીતી આયોગનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાત શિક્ષણક્ષેત્રે પાછળ ધકેલાઇ રહ્યું છે અને હાલ શિક્ષણમાં 24 માં ક્રમે ગુજરાત દેશનાં રાજ્યો કરતા પાછળ છે. પ્રાઇવેટ સ્કુલોમાં મસમોટી ફી લઈને ક્વોલીફાઇ ન હોય તેવા ઓછા પગારથી શિક્ષકો ભરીને વિદ્યાર્થીઓને ખોટી લોભામણી બાબતમાં તેમના વાલીઓને પણ લોભાવીને સ્કુલનો એટ્રેકટીવ ડ્રેસ દેખાવ નાસ્તા-પાણી તેમજ જમવાનું અને સ્કુલ બસોના વચનો આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષી શિક્ષણમાં પાછળ ધકેલી રહ્યા છે. ભુતકાળમાં સરકારી પ્રાથમિક અને હાઇસ્કુલોમાં શિક્ષણ પ્રાપ્ત કરીને અમરેલી જિલ્લાનાં અનેક યુવાનો વિદેશ અને દેશનાં અન્ય રાજ્યોમાં ખુબજ પ્રગતિ કરી છે અને પોતાના સમાજનાં શિક્ષણ સંકુલ બનાવી કામગીરી કરી રહ્યા છે તેનો લાભ પોતાના જિલ્લાને મળતો થયો છે પરંતુ સરકારી પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું છે તેના કારણે પ્રાઇવેટ સ્કુલોમાં બાળકોને ભણાવવાનો ક્રેજ ઉભો થયો છે તેમાં પણ સરકારની નૈતિક જવાબદારી છે પરંતુ સરકાર છટકી રહી છે. પ્રવેશઉત્સવ જેવાં જુદા-જુદા નામો આપીને માત્ર સરકાર વાહ-વાહી લુટી રહી છે અને છેલ્લા વર્ષમાં તેની અસર ગુજરાતનાં બાળકોમાં અને ભવિષ્ય ઉપર પડી રહી છે. કુપોષણમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ ધકેલાઇ રહ્યું છે. મધ્યાહન ભોજન તેમજ સરકારની મળતી સવલતો લઈ તેનો લાભ બાળકોને બદલે ભ્રષ્ટ્રઆચરણ ચાલી રહ્યું હોય, જો કે અમરેલી જિલ્લામાં આવા સમાચારો પ્રસિધ્ધ થયા નથી તેના કારણે જાહેરજીવનના કાર્યકર્તા તરીકે થોડો હર્ષ થાય છે પરંતુ હકીકત શું છે? તે બાબતનો પ્રકાશ પડી શકે તેવા હેતુંથી જિલ્લાનાં પંચાયતનાં વડા તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સત્વરે સુચના આપી તાત્કાલીક આવી માહિતી મોકલી આપવા પત્રથી જણાવી રહ્યો છું. તુર્તજ જરૂરી કાર્યવાહી કરી તાકીદે પ્રત્યુત્તર પાઠવશો તેવી લાગણી વ્યક્ત કરૂં છું.