થઈ જજો તૈયાર….. આ તારીખથી વરસાદ બોલાવશે ધબધબાટી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવે વરસાદની વધુ એક ધમાકેદાર બેટિંગ શરૂ થવા જઈ રહી છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. 21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.







