રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ દરમિયાન માંગરોળ બંદર નજીક નવી જેટી પાસે બોટ પલટી મારી જતા 8 ખલાસીઓ ડુબયા એકનો મૃતદેહ મળી આવ્યો જ્યારે ચારને બચાવી લેવાયા અને ત્રણ હજુ લાપતા છે.
માંગરોળમાં બપોરના સમયે જય ચામુંડા નામની બોટ માંગરોળ નવી જેટી પાસે પ્રવેશ કરતી હતી. આ દરમિયાન અચાનક મશીન બંધ પડી જાતા દરિયાઈ તોફાનમાં પલટી મારી જતા માછીમારી કરવા ગયેલા આઠ ખલાસીઓ દરિયામાં ડુબાયા હતા. જેમાં બે માછીમારોને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે બે હેમખેમ કિનારે પહોંચી ગયા છે હજુ ત્રણ લાપતા છે ,જેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
ભારે વરસાદને પગલે માંગરોળ બંદર ઉપર3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. માંગરોળ પંથકમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી વાતાવરણ છવાયું છે . માછીમારી કરવાજવા માટેનાં ઓનલાઇન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી તમાંમ બોટોને નજીકનાં બંદરે સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા ટેલીફોનીક સુચના આપી છે.