મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે, આ વિસ્તારમાં આજે રેડ એલર્ટ… આવતા 5 દિવસ ભારે

રાજ્યમાં અતિભારે વરસાદથી માંડ થોડી રાહત મળી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે આ વિસ્તારમાં રેડ એલર્ટ

3 સપ્ટેમ્બર ભરૂચ સુરત અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરના કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 સપ્ટેમ્બરના કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરે નવસારી દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.