બગસરા, રૂપેશ રૂપારેલિયા / બગસરા શ્રી ગોપાલલાલ મહારાજ શ્રી ની પુષ્ટિ સૃષ્ટિ વૈષ્ણવો દ્વારા મન મનોરથ ઉજવવામાં આવ્યો હતો. બગસરા ના શ્રી ગોપાલલાલ મહારાજ શ્રી ની સકલ સૃષ્ટિ બગસરા શ્રી ગોપાલલાલ મંદિર ની છોટી મંડળી ના વૈષ્ણવો શ્રી મદ ગોકુળ ની યાત્રા એ બગસરા ના ચંદ્રહાસભાઈ બસિયા ના સાનિધ્ય માં શ્રી મદ ગોકુળ અને વ્રજ ની યાત્રા એ પધારેલ યાત્રા દરમ્યાન શ્રી ગોપાલલાલ મહારાજ શ્રી ની સકલ સૃષ્ટિ ના પ્રમુખ ગોપાલભાઈ કોઠારીએ ચંદ્રહાસભાઈ બસિયાનું ઉપરણો ઓઢાડી સન્માન કર્યું હતું. આ વેળા એ યાત્રામાં પધારેલ વૈષ્ણવો ને શ્રી ઠાકોરજીએ મન માં ઉપજાવેલ કે યાત્રા પૂર્ણ કરી શ્રી યમુનાજી ના પય પાન અને વૈષ્ણવો ને પાતળે પ્રસાદ લેવરાવવા નો મન મનોરથ ઉપજેલ જે યાત્રા પૂર્ણ કરી.
રવિવાર ના રોજ પરત પધારેલ વૈષ્ણવો દ્વારા શ્રી વાંઝા જ્ઞાતિ ની વાડી ખાતે શ્રી ગોપાલલાલ મહારાજ શ્રી ની સકલ સૃષ્ટિ મંદિર બગસરા ના વૈષ્ણવો ને જૂથ સહિત પધરાવી શ્રી યમુના મહારાણીજી ના લોટી ઉત્સવ કરી કીર્તન કરવામાં આવ્યા. ત્યારબાદ તેલ તિલક અને શ્રી યમુના મહારાણીજીના પય પાન કરાવવામાં આવ્યા હતા. અને હિચ કીર્તન કરી મન મનોરથ ઉજવવામાં આવ્યો હતો આ વેળા બગસરા શ્રી ગોપાલલાલ મંદિર ના પ્રમુખ રશ્વીનભાઇ ડોડીયાએ જણાવેલ આ પહેલો પ્રસંગ છે કે કોઈ શ્રી મદ ગોકુળ અને વ્રજ ની યાત્રા કરીને વૈષ્ણવો ને પય પાન અને પ્રસાદ લેવરાવવા માં આવ્યો હોઇ આ મન મનોરથ માં 500 થી વધુ વૈષ્ણવોએ પંગતે બેસી પ્રસાદ લીધેલ.







