જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ત્રણ તબક્કામાં 90 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે 8મી ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરિણામ જાહેર થશે. પરંતુ કયો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરશે અને સત્તાની રેસમાં કયો પાછળ રહેશે તે અંગે આજે સાંજે એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કરવામાં આવેલા ઈન્ડિયા ટુડે-સીવોટર સર્વે મુજબ, ભાજપને જમ્મુ અને કાશ્મીરમાં 27 થી 32 બેઠકો મળવાની ધારણા છે. આ સિવાય કોંગ્રેસને 40 થી 48 બેઠકો મળી શકે છે. આ સિવાય પીડીપીને 6થી 12 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 4થી 6 બેઠકો મળી શકે છે.

પીપલ્સ પલ્સના સર્વે મુજબ કોંગ્રેસને 46થી 50 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 23થી 27 બેઠકો મળવાની સંભાવના છે. આ સિવાય 7 થી 11 સીટો પીડીપીને જઈ શકે છે. જ્યારે 4 થી 6 બેઠકો અન્યને જઈ શકે છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે દૈનિક ભાસ્કરના સર્વે અનુસાર, કોંગ્રેસને જમ્મુ-કાશ્મીરમાં 35-40 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 20-25 બેઠકો મળી શકે છે. તેમજ પીડીપીને 4-7 સીટો મળી શકે છે. આ સિવાય 12 થી 16 સીટો અન્યને જઈ શકે છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સીવોટરના સર્વે અનુસાર, જમ્મુ ક્ષેત્રની 43 બેઠકોમાંથી ભાજપને અહીંથી 27 થી 31 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 11થી 15 બેઠકો મળી શકે છે. જ્યારે પીડીપીને 2 અને અન્યને એક બેઠક મળી શકે છે.

જાણો શું કહ્યું ઓમર અબ્દુલ્લાએ
એક્ઝિટ પોલ અંગે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે શા માટે ચેનલો એક્ઝિટ પોલની ચિંતા કરી રહી છે, ખાસ કરીને તાજેતરની સામાન્ય ચૂંટણીની નિષ્ફળતા પછી. હું ચેનલો, સોશિયલ મીડિયા, વોટ્સએપ વગેરે પરના તમામ ઘોંઘાટને અવગણી રહ્યો છું, કારણ કે 8 ઓક્ટોબરે જે નંબર આવશે તે જ મહત્વપૂર્ણ છે. બાકીનું બધું માત્ર સમય પસાર કરી રહ્યું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો