ગુજરાત સરકારે ડ્રગ્સ સામે લાલ આંખ કરી છે ત્યારથી ગુજરાત ATS અને પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન હવે ગુજરાત ATS અને NCB (દિલ્હી)એ ભોપાલની એક ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાનું મટીરિયલ ઝડપી પાડ્યું છે.

ગુજરાત ATS અને NCB (દિલ્હી) દ્વારા ભોપાલમાં પાડવામાં આવેલી રેડ મામલે રાજ્યના હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ.

ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1800 કરોડની થતી હતી. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટ્સ મળ્યાં હતાં, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે અમિત ચતુર્વેદી અને  સન્યાલ પ્રકાશ બાનેની ધરપકડ કરી છે. આ સાથે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.