ગુજરાતમાં હવે દીકરીઓ જરા પણ સુરક્ષિત રહી નથી. એક બાદ એક એવી ઘટના બની રહી છે જે ચોંકાવનારી છે…. એક તરફ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આપણી દીકરીઓ મોડી રાત્રે પણ સુરક્ષિત છે પરંતુ રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેના પરથી એવું લાગે છે કે હવે આપણા ગુજરાતની દીકરીઓ પોતાના ઘર પોતાના ઘરની શેરીમાં પોતાના ઘરની નજીક પણ સુરક્ષિત નથી રહી….
રાજકોટના રેલ નગર વિસ્તારમાંથી એક ચોક આવનાર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 92 વર્ષીય નરાધમ વૃદ્ધ દ્વારા ચાર વર્ષની માસુમ દિકરી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. નરાધમ વૃદ્ધ દ્વારા આ એક વખત નહીં પણ આ પહેલા પણ દીકરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અટકાયત કરી હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી બનાવની મળતી વિગતો અનુસાર શહેરના રેલનગર વિસ્તારમાં દીકરી પોતાના ઘર પાસે પોતાની સોસાયટીમાં રમી રહી હતી. તે દરમિયાન આ નરાધમ વૃદ્ધ દ્વારા દીકરી સાથે અડપલા કરવામા આવ્યા હતા. દીકરીએ આ વાતથી ડરીને પોતાની માતાને આ વાત જણાવી હતી ત્યારે માતા દ્વારા સોસાયટીના સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવી ગયો હતોમહિલા દ્વારા તાત્કાલિક પોતાના પતિને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનને ફરિયાદ કરતા પોલીસ દ્વારા નરાધમની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજયમાં બનતી આ પ્રકારની ઘટનાઓના કારણે દીકરીઓ આપણા ગુજરાતમાં પણ સુરક્ષિત નથી તે ચોક્કસપણે કહી શકાય….