ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે ચાલી રહેલી રણજી ટ્રોફી સિઝન બાદ નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. બંગાળ તરફથી રમતા સાહાએ કહ્યું છે કે તે પોતાની રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃત્તિ લઈ લેશે. 40 વર્ષના સાહાએ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે 2021થી ટીમ ઈન્ડિયાની બહાર છે. રિદ્ધિમાન સાહા IPL 2025માં પણ ભાગ લેશે નહીં. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે મેગા ઓક્શન માટે પોતાનું નામ આપ્યું નથી.
સાહાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું
બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમી રહેલા રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘ક્રિકેટની સુંદર સફર બાદ આ સીઝન મારી છેલ્લી હશે. મને બંગાળનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન છે, હું નિવૃત્ત થતાં પહેલાં માત્ર રણજી ટ્રોફીમાં જ રમીશ. આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનેલા દરેકનો આભાર. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ.
After a cherished journey in cricket, this season will be my last. I’m honored to represent Bengal one final time, playing only in the Ranji Trophy before I retire. Let’s make this season one to remember! pic.twitter.com/sGElgZuqfP
— Wriddhiman Saha (@Wriddhipops) November 3, 2024
રિદ્ધિમાન સાહા 2007થી બંગાળ માટે રમી રહ્યો છે. તેઓ 2022માં ત્રિપુરા ગયા હતા. બે વર્ષ ત્રિપુરાનું પ્રતિનિધિત્વ કર્યા પછી, તે 2024 માં છેલ્લી વખત બંગાળ માટે રમવા માટે પાછો ફર્યો. તેણે ચાલી રહેલી રણજી ટ્રોફી સિઝનના ત્રણમાંથી બે રાઉન્ડ રમ્યા છે. સાહા પ્રથમ રાઉન્ડમાં યુપી સામેની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો અને ત્રીજા રાઉન્ડમાં કેરળ સામેની ટીમની એકમાત્ર ઇનિંગ્સમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.