રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ નકલી ખાદ્ય પદાર્થ, નકલી અધિકારી નકલી ઓફિસ બાદ હવે અમરેલીમાંથી નકલી પોલીસ બની ફરતો વ્યક્તિ ઝડપાયો છે. અમરેલી એલસીબીએ નકલી પોલીસને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં અનેક વસ્તુ હવે નકલી મળતી હોવાની વિગતો તો ઘણી વખત સામે આવી ચૂકી છે. આ દરમિયાન હવે અમરેલી બસ સ્ટેશન વિસ્તારમાંથી અમરેલી એલસીબી એ નકલી પોલીસ ને દબોચી લીધો છે. ત્યારે અમરેલી પોલીસે ઉમેશ રાહુલભાઈ વસાવા ગામ ચીતપુર તાપી જિલ્લાના શખ્સને નકલી વરદી સાથે ઝડપી કાર્યવાહી કરી છે.
તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બની રોફ જમાવ્યો હતો. ત્યારે આ નકલી પોલીસને અમરેલીની અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી પોલીસને પૂછપરછ માટે એસપી કચેરીમાં બોલાવી પૂછપરછ શરૂ કરી છે. હાલ નકલી પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વરદી કેપ બુટ સહીત 4000 હજાર નો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે હવે અમરેલી પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.







