ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન પૂર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. MATRIZE ના એક્ઝિટ પોલના ડેટા અનુસાર ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે અને ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે.
MATRIZE એક્ઝિટ પોલના ડેટા અનુસાર, NDA આ ચૂંટણીમાં ઝારખંડની 81 વિધાનસભા સીટોમાંથી 46 સીટો કબજે કરવા જઈ રહી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધનને 29 બેઠકો મળવાની ધારણા છે. આ સાથે જ 6 બેઠકો અન્ય પક્ષોને જાય તેવી શક્યતા છે.
બે તબક્કામાં યોજાઇ હતી ચૂંટણી
ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થયું છે, જેના પરિણામ 23 નવેમ્બરે આવશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો પર મતદાન થયું હતું. હવે 23 નવેમ્બરે મતગણતરી થશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 સીટો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 66.18%થી વધુ મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન લોહરદગા જિલ્લામાં થયું હતું. છેલ્લી ચૂંટણીઓની વાત કરીએ તો રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં 63.9% મતદાન થયું હતું.