અમરેલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને કરાયા સસ્પેન્ડ, જુઓ લિસ્ટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ અમરેલી જિલ્લાનું રાજકારણ અન્ય મુદ્દાઓને લઈને પણ ગરમ છે. આ દરમિયાન હવે અમરેલી જિલ્લામાં ભાજપમાં પક્ષ વિરોધી કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. જીલા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહીત 3 ને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કે તેમના પરિવારજનો દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણી – ૨૦૨૫ માં તેમના પરિવારજન દ્વારા બીજા પક્ષમાંથી અથવા અપક્ષમાંથી ઉમેદવારી કરેલ હોય તથા પક્ષ વિરોધી પ્રચાર અને પ્રવૃત્તિ કરેલ હોય તેઓને પક્ષના પ્રાથમિક સભ્ય, સક્રીયસભ્ય તથા તમામ હોદાઓ પરથી દુર કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ નેતાઓ પર કરવામાં આવી કાર્યવાહી
(1 )હિરેનભાઈ પાડા- ઉપપ્રમુખ જિલ્લા યુવા ભાજપ
(2)કલ્પેશભાઈ મેતલીયા- પૂર્વ નગર સેવક ભાજપ
(૩) હરેશભાઈ ગોહિલ- સક્રિય કાર્યકર્તા







