રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ એક તરફ સંસદમાં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે. બીજી તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે. ત્યારે હવે રાહુલ ગાંધીનું ગુજરાત પર ફોકસ વધ્યું છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં સક્ષમ નથી. ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક તો એ છે જે જનતાની સાથે ઊભા રહે છે. જેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે. રાહુલે કહ્યું, બીજા એવા લોકો છે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યાં સુધી આપણે આ બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ કરી શકશે નહીં.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત અટવાયું છે, તેને કોઈ રસ્તો દેખાતો નથી, ગુજરાત આગળ વધવા માંગે છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છે અને હું શરમથી બોલતો નથી, હું ડરથી બોલતો નથી, હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે ભલે તે આપણા કાર્યકરો હોય, ભલે તે રાહુલ ગાંધી હોય, ભલે તે આપણા મહાસચિવ હોય, ભલે તે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.
રાહુલ ગાંધીએ જાણે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારના એંધાણના સંકેત આપતા હોય તેમ કહ્યું કે, ઘણા મોટા નેતાઓ જે વિવિધ સ્તરે પ્રમુખ તરીકે બેઠેલા છે, પછી ભલે તે જિલ્લા પ્રમુખ હોય કે બ્લોક પ્રમુખ, બે પ્રકારના નેતાઓ હોય છે. પ્રથમ, જેઓ જનતા સાથે સીધા જોડાયેલા છે અને જેમના દિલમાં કોંગ્રેસ છે. બીજા પ્રકારના નેતાઓ એવા છે જેઓ જનતાથી દૂર છે, તેઓ જાહેર મુદ્દાઓ વિશે કંઈ જાણતા નથી, તેઓ જનતા વચ્ચે જતા નથી અને તેમાંથી અડધા એવા છે જે ભાજપ માટે કામ કરે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો