ગુજરાતના હજીરા થી ઘોઘા વચ્ચે રો-રો ફેરીની (રોપેક્સ સર્વિસ) સેવાઓ શરૂ થશે. પ્રધાનમંત્રીએ 08 નવેમ્બર 2020ના રોજ આ સેવાઓનું ઉદ્ઘાટન કરશે. આ સેવાઓથી અંદાજે વાર્ષિક 5 લાખ યાત્રીઓ 80 હજાર યાત્રી વાહનો, 50 હજાર દ્વિ ચક્રીય વાહનો તથા અંદાજે 30 હજાર ટ્રકસ લાભ લેશે તેવું માનવમાં આવી રહ્યું છે. આ અંગેની જાણકારી શિપિંગ મિનિસ્ટર મનસુખભાઇ માંડવિયા દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. સામાન્ય રીતે 10-12 કલાક નો સમય લગતી યાત્રા હવે આ ફેરી દ્વારા 4 કલાકમાં પૂર્ણ થઈ જશે. રોજ 3 રાઉન્ડ ટ્રીપ આ ફેરી મારશે. આ કારણે સુરત, ભાવનગર અને મુંબઈ જેવા શહેરોને થશે આ સેવાઓનો સીધો ફાયદો. આ ઉપરાંત આ સેવાઑ શરૂ થતાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત વચ્ચે આવાગમનની સુગમતા વધશે અને પ્રવાસન ઉપરાંત અન્ય વ્યાપાર ઉદ્યોગને પણ આ સેવાઓથી મોટો લાભ થશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, પત્રકાર