અમરેલીના મોટા મુંજિયાસરમાં બ્લેડ કાંડમાં થયો મોટો ખુલાસો, જાણો શું કહ્યું ASP એ…?

Amreli : બગસરા તાલુકામા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળાના 20-25 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે. હાથ અને પગ પર વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડના કાપા માર્યા. જેની જાણ થતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. જોકે આ ઘટના 8 દિવસ પહેલાની હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને લઈ ASP નું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વાલીઓ અને શિક્ષકોના નિવેદનો લેવાયા છે. 20 થી 25 બાળકો એ પોતાના હાથ પગ પર જાતે જ બ્લેડ મારી હોવાનું સામે આવ્યું છે. ઇજા માટે પેન્સિલ શાર્પનરની બ્લેડનો ઉપયોગ થયો છે.

બગસરાના મોટા મુંજ્યાસર ગામની શાળામાં એકીસાથે 20 થી 25 જેટલા બાળકો એ પોતાના હાથ પગ પર જાતે જ કાપા માર્યા હતા. ધોરણ 5 થી 7 ના વિધ્યાર્થીઓ દ્વારા કરવામા આવેલ કૃત્યના ધેરા પડધા પડ્યા છે. વાલીઓની અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. મોટા મુંજ્યાસરની શાળામાં તપાસનો ધમધમાટ થયો છે.

ઘટનાના ઘેર પડઘા પડતાં મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી. આ તમામ વિદ્યાર્થીઓ પાંચમાં, છઠ્ઠા અને સાતમાં ધોરણમાં ભણતા હોવાનો ખુલાસો થયો છે. મળતા અહેવાલો પ્રમાણે એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીઓને બ્લેડના કાપા મારે તો પૈસા આપવાની વાત કરી હતી. જેથી 40 વિદ્યાર્થીઓએ તેમના હાથ અને પગ પર કાપા માર્યા હતા.

અમરેલી-બાળક મામલે ASPનું નિવેદન

મોટા મુંજ્યાસર ગામની શાળામાં બ્લેડકાંડ મામલે ASP જયવીર ગઢવી ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોના નિવેદનો લેવાયા છે. 20 થી 25 બાળકો એ પોતાના હાથ પગ પર જાતે જ બ્લેડ મારી હોવાનું સામે આવ્યું છે. ઇજા માટે પેન્સિલ શાર્પનરની બ્લેડનો ઉપયોગ થયો છે. બાળકોએ દસ રૂપિયાની શરત લગાવી કર્યું હતું કૃત્ય. ઘટના મા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. ઘટના બાદ તુરત જ વાલી મીટીંગ બોલાવી હતી અને બાળકો પણ ભવિષ્યમાં આવુ નહી કરે તેવી બાંહેધરી લેવામાં આવી હતી.

શું કહ્યું ધારાસભ્ય જે. વી. કાકડિયાએ ? 

અમરેલીની ઘટના સંદર્ભે ધારાસભ્ય જે વી કાકડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મારા વિસ્તારમાં બનેલી ઘટના છે. આ બનાવ 15 દિવસ પહેલાનો છે. વાલીઓ કે શિક્ષકો એ ઘટનાની જાણ કરી જ નહતી. હવે તપાસ અધિકારીઓ અમરેલીમાં છે અને તપાસ ચાલુ છે.

જાણો શું કહ્યું શિક્ષણ મંત્રીએ 

અમરેલીની આ ઘટના અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે કહ્યું કે, માહિતી મુજબ બાળકો સામ સામે ચેલેન્જ આપે છે. વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી. આપણા બધા માટે આ ગંભીર બાબત છે. સોશિયલ મીડિયા અને વી ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ. આજે સાંજે સુધી એનો રિપોર્ટ મને મળશે. બધાએ સાથે મળીને આમ નિવારણ જરૂરી છે. દુનિયામાં પણ આવી અનેક ચેલેન્જ લોકો આપે છે. આને એક સ્ટડી કેસ કરીશું.