અમદાવાદના ખોખરા વિયસ્તરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગને કારણે ધુમાડાના ગોટેને ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આગ લાગ્યા બાદ આખું એપાર્ટમેન્ટ ધુમાડાથી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ દરમિયાન લોકો બાલ્કનીમાંથી કૂદતા પણ જોવા મળ્યા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એપાર્ટમેન્ટની અંદરથી લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આગની ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઘટી હતી. બિલ્ડિંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગ્યા પછી, બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આગ લાગ્યા પછી, લોકો તેમના બાલ્કનીમાંથી કૂદતા પણ જોવા મળ્યા. માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક લોકો બાલ્કનીમાંથી લટકતા જોવા મળી રહ્યા છે. નીચે ઊભેલા લોકો તેમને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by news hotspot (@newshotspot11)

ઘટનાસ્થળે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા અને 20 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેઓ ઇમારતમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડની ટીમે 18 લોકોને બચાવ્યા. હાલમાં, બિલ્ડિંગમાં અન્ય કોઈ ફસાયેલા હોવાની કોઈ માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 4.15 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.