અમરેલી: શહેરમાં ફરી એકવાર જાહેર જીવનની નૈતિકતા અને કાયદાનું પાલન મુદ્દે ચર્ચા જાગી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપ કરતાં જિલ્લાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
સુખડિયાના જણાવ્યા અનુસાર, નારણ કાછડીયા હાલ સાંસદ પદ પર નથી, તેમ છતાં તેમની ફોર વ્હીલર પર “સાંસદ” લખેલી નંબર પ્લેટ લગાડવામાં આવી છે, જે મોટર વિહિકલ એક્ટ મુજબ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
ઉપવાસ પર બેસવાની આપી ચીમકી
સુખડિયાએ આ મામલે કાયદેસર કાર્યવાહી કરી નુંબર પ્લેટ તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આવતાં 7 દિવસમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો તેઓ કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસશે. આ મામલો તંત્ર માટે કાયદાના અમલ અને જાહેર વ્યક્તિઓની જવાબદારી વચ્ચેનો નમૂનાદાર કિસ્સો બની શકે છે. હવે જોવું એ રહેશે કે તંત્ર કેટલી ગતિશીલતા દાખવે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો