રાજ્યમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

પાટણ સમી રાધનપુર હાઇવે પર એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં રીક્ષમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. સમીની વચ્છરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અકસ્માતના કારણે રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. ઘટનાની જાણ થાતં જ લોકોનાં ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં છે.

શું કહ્યું ધારાસભ્યએ
ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને અકસ્માત અંગેની વિગતો મેળવી હતી. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમા તેમજ વધુ સારવારની જરૂર પડે તો ઇમરજન્સી એમ્બયુલન્સ દ્વારા મોટી હોસ્પિટલમા લઇ જવામાં આવશે.રાધનપુર વાદી વસાહતના અમરગઢના 6 લોકો મૃત્યુ પામ્યા છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોને વળતર મળે તે માટે હું પ્રયત્ન કરીશ.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો