રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર અંબારડીમાં આગ લાગવવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વિસ્તાર સિંહોનું મુખ્ય નિવાસસ્થાન છે.
ધારીનો અંબારડી વિસ્તાર આંબરડી સફારી પાર્કની નજીક આવેલ અંબારડી વિસ્તારમાં આગની ઘટનાથી લોકોના જીવ અધર છે. બીજી તરફ અંબારડી સફારી વિસ્તારથી 1 કિમી દૂર જ આગ લાગી છે.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ આગ પર કાબૂ આવ્યો નથી. આગ પર કાબૂ મેળવવા માટે અમરેલીની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે.