પ્રકાશ કારીયા-ચલાલા / તા.18 એપ્રિલ| ધારી તાલુકાના હુડલી ગામ 1500 થી વધારે વસ્તી ધરાવતુ અને મુખ્યત્વે ખેતી અને કેરીના બગીચા પર નિભાવ ધરાવતુ સુખી સંપન્ન ગામ છે. ચલાલા થી હુડલીને જોડતો આઠ કિલોમીટરનો માર્ગ છેલ્લા આઠ વર્ષથી અતી બિસ્માર ખાખડ બખડ ભાંગેલો તુટેલો બની ગયો હોય..અને છેલ્લા આઠ વર્ષ થી ધારાસભ્ય જે.વી.કાકડીયા ને અને મામલતદાર, પ્રાંત અધિકારી સહિત તંત્રને વાંરવાંર લેખીત મૌખીક રજૂઆતો કરવા છતા રોડ નહી બનતા આજે બપોરના ધોમધોકતા તાપમા સંરપચઉપ સરપંચ પુર્વ સરપંચ, સહીત ના મોટી સંખ્યા મા ગ્રામજનો રોડ પર ઉતરીઆવી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાને હુડલી ગામે બોલાવી ભાંગલ તુટેલ રોડ બાબતે ખુબજ આક્રોષથી ધારાસભ્ય જે વી કાકડીયા અને તંત્ર સામે ની ફરિયાદ સાથે રજુઆત કરવામા આવી હતી.
ગ્રામજનોના કહેવા મુજબ ગત લોકસભાની ચૂંટણી ટાઇમે ભંગાર રોડ બાબતે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો..ત્યારે ધારાસભ્ય અને તંત્ર દ્વારા સમજાવટ કરી તમારો રોડનુ કામ એક મહીનામા ચાલુ થઈ જાશે તેવી ખાત્રી આપતા ગ્રામજનો એ મતદાન કર્યુ હતુ. છેલ્લા પંદર વર્ષથી અહી ડામર રોડ બન્યો જ નથી.
પુર્વ સરપંચ ગીરધરભાઈ સભાયાએ જણાવ્યુ હતુ કે હુ છેલ્લા આઠ વર્ષથી તંત્રને અને ધારાસભ્ય જે.વી.કાકડીયાને લેખીત અને મૌખીક રજુઆત કરી છે..અમારા ગામ મા દિકરી દિકરાના લગ્ન મા કોઈ જાન લઈ આવવા કોઈ ખુશી નથી. તેમજ કોઈ સારા સંબધી પણ આવતા નથી. હુ ભારતીય જનતા પાર્ટીનો ધારી તાલુકા કિસાન મોરચાનો પ્રમુખ હતો. ગ્રામજનો એ મને એવુ કીધેલ કે તમારે ગામ ભેગુ રહેવુ છે કે ભાજપ મા.. મે મારા હોદા પરથી રાજીનામુ આપી હુ ગામની સાથે છુ.
હુડલી ગામ ના અગ્રણી દિનેશભાઇ ગેલાણી એ જણાવેલ હતુ કે ચુંટણી ટાઇમે સસંદ સભ્ય અને ધારાસભ્ય લોલીપોપ આપી મત લઇ જીતી ને જતા રહે છે. પછી કોઈ માયનો લાલ દેખાતો નથી. વધુ મા તેઓ એ જણાવેલ કે અમો જાહેર મા ધારાસભ્ય જે વી કાકડીયાને જણાવીએ છીએ કે તમો આઠ દિવસ મા અમારા રોડ નુ કામ ચાલુ કરી દયો નહીતર રાજીનામુ આપી દયો.
108 પણ નથી આવતી
અમારા ગામ મા કોઈ બીમાર પડે તો 108 અને એમ્બ્યુલન્સ પણ આવતી નથી..અને આવેતો બીજા ગામો ફરીને આવે તો એક કલાક જેવો સમય લાગી જાય છે..ધારાસભ્ય જે વી કાકડીયા ચુંટણી લડતા હતા ત્યારે શીવાલય ચોક મા ઉપસ્થિત તમામ ગ્રામજનો ને વચન આપ્યુ હતુ કે હુ જીતીશ તો એક મહિના મા તમારા ગામના રોડ નુ કામ ચાલુ થઈ જાશે પણ ત્યાર પછી કોઈ દિવસ ગામ મા ડોકાણા નથી..પ્રાન્ત અધિકારી અને મામલતદાર પણ અમોને લોલીપોપ આપી પછી દેખાયા નથી..આ ભાજપ સરકાર લોલીપપ ની સરકાર છે..ઉપ સરપંચ મંગળુભાઇ વાળા એ જણાવેલ કે છેલ્લા 6 મહીના થી તો ધારાસભ્ય કહેશે ટેન્ડર થઈ ગયુ છે. જોબ નંબર પણ અપાઇ ગયો છે. આવી રીતે અમોને ઉલ્લુ બનાવે છે..પણ રોડ નુ કામ ચાલુ થાતુ નથી.
સરપંચ નાનજીભાઇ ખીમાભાઇ સોંલકી એ જણાવેલ કે મે સહીત તમામ ગામ ના આગેવાનો એ તંત્ર અને ધારાસભ્ય ને રોડ બાબતે વારંવાર રજુઆત કરી હવે અમો ઠાકી ગયા છીએ..અમારી ધીરજ હવે ખુટી ગઈ છે..નવો રોડ તો ઠીક ઠીંગડા પણ મારતા નથી તેમ જ અમારા ગામના દસ બાર વર્ષના દિકરા દિકરીઓ એ કદી એસ.ટી.બસ ના દર્શન પણ કર્યા નથી. તેમજ ખેતી ની લાઇટ, ભુંદડા, રોજડા, અને રેશનીંગ નો પણ ગંભીર પ્રશ્ર્ન છે..તેમજ સરપંચે જણાવેલ છે કે અમો આખા ગામ ના ગ્રામજનો એ સાથે રહી એક સંપ થી ઠરાવ કર્યો છે..જો દસ દિવસ મા અમારો રોડ ચાલુ નહી થાય તો ધારાસભ્ય સામે મામલતદાર ઓફીસે ધારી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશુ..અંત મા તેઓ એ એવુ જણાવેલ કે ધારાસભ્ય એ અમોને એવુ જણાવેલ છે કે ગત ચુંટણી મા તમારા ગામ મા થી ભાજપ ને મતો ઓછા મળેલ હતા એટલે રોડ નહી થાય..રોડ ને લઈ ને તમામ ગ્રામજનો મા ધારાસભ્ય અને તંત્ર સામે ભારે રોષ જોવા મળેલ છે..અને બધા એક સંપ થઈ ને લડી લેવાના મુડમા છે.