અમરેલી જિલ્લાના સાવરકુંડલા નાયબ મામલતદાર કિરીટભાઈ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી સાથે કાશ્મીર પ્રવાસે ગયા હતા. એક શાંત અને આનંદદાયી પ્રવાસનો અચાનક જીવલેણ ઘટનામાં ફેરવાઈ જવાની ગંભીર શક્યતા ઉભી થઈ હતી.

પહેલગામ, કાશ્મીરના સુંદર સ્થળે ફરતા ફરતા, કાર ડ્રાઈવરને પરિવારે બેસરન વેલી તરફ લઈ જવાનું સૂચન કર્યું. બેસરન વેલી દરિયાઈ સપાટિથી લગભગ પાંચ કિલોમીટર ઊંચાઈએ આવેલી હોવાથી ત્યાં સુધી પહોંચવા માટે ઘોડા પર સવારી ફરજીયાત છે.પરંતુ, જ્યારે પાંચ વર્ષની પુત્રી ઘોડા પર બેસવાથી ડરતી હોવાના કારણે ઇનકાર કર્યો, ત્યારે પિતાએ પુત્રીની લાગણી સમજીને આગળ જવાનું ટાળ્યું. આ નણકડી વિનંતીએ પરિવારના જીવનને નવી દિશા આપી.

થોડીજ વારમાં સેનાના જવાનો નજીકના વિસ્તારમાંથી કાદવમાં લથપથ મહિલાઓને બચાવતાં નજરે પડ્યા અને તરતજ ખબર પડી કે ત્યાં આતંકવાદી હુમલો થયો છે.

પરિસ્થિતિની ગંભીરતા સમજતાંડ્રાઈવરે પરિવારને તરત સુરક્ષિત સ્થળે લઈ જવાની કોશિશ કરી અને પાંચ વર્ષની બાળકીના પગે લાગતાં પોતાની માનવતા અને ભાવનાત્મક લાગણી વ્યક્ત કરી.કિરીટભાઈ પાઠક અને તેમનો પરિવાર ડ્રાઈવર અને પોતાની સંયમિતતા કારણે એક મોટી દુર્ઘટનાથી બચી ગયો. પરિવાર હવે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યો છે.

અહેવાલ: અશોક મણવર / યોગેશ ઉનડકટ  

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો