અશોક મણવર, અમરેલી: ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાની આગેવાનીમાં મોડી રાત્રે એક ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી ઘઉં અને ચોખાથી ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ હતી. આ ગાડીમાં જથ્થાબંધ ગેરકાયદેસર રેશન સામગ્રી ભરેલી હતી.

મળતી માહિતી અનુસાર ખાંભા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેશનના જથ્થાનો વેચાણ ચાલુ હતું. અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે આ દરોડો યોજ્યો અને સ્થળ પરથી બોલેરો ગાડી સાથે ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

આ કાર્યવાહી બાદ ઝડપાયેલ રેશનના જથ્થાને ખાંભા મામલતદારશ્રીના હવાલે કરવામાં આવ્યો છે. હાલમાં પૂરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા વેચાણ માટે તૈયાર કરાયો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો