અશોક મણવર, અમરેલી/ બગસરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. છેવટે આ મુદ્દાની રજૂઆત જિલ્લા ભાજપ પ્રમુખને કરવામાં આવેલ છે તેમજ તેમણે એક સપ્તાહમાં આ પ્રશ્નનો અંત લાવવાની બાંહેધરી આપતા કાર્યકરોમાં હાશકારો થયો છે.

ભાજપ દ્વારા અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ તથા મહામંત્રીની નિમણુકની જાહેરાત કરી દેવામાં આવેલ છે. પરંતુ બગસરા શહેર ના માત્ર પ્રમુખની જાહેરાત કરવામાં આવેલ હતી. બે મહામંત્રીને નિમણૂક બાબતે ખૂબ જ રાજકીય ખેંચતાણ ચાલતી હોવાથી મહામંત્રીના હોદ્દા કોઈપણને ફાળવવામાં આવ્યા ન હતા.

આ બાબતે કાર્યકરોમાં ખૂબ જ નારાજગી જોવા મળતી હતી. મહામંત્રી ન હોવાને કારણે પાર્ટીના કામકાજમાં પ્રમુખ કક્ષાએથી તમામ કાર્યવાહી કરવી પડતી હતી. બગસરા શહેરમાં લોકાર્પણ માટે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આ વિવાદનો અંત ટૂંક સમયમાં લાવી એક સપ્તાહની અંદર બગસરામાં બે મહામંત્રીની નિમણૂક કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હવે જિલ્લા ભાજપના પ્રમુખ નો વાયદો સાચો ઠરે છે કે વિવાદ વધે છે તે જોવાનું રહેશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો