જિલ્લાના બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કર્યા બાદ મંત્રીએ ધારી ખાતે રુ.૪.૬૭ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રને નાગરિકો માટે ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ કે, જીવનના દરેક તબક્કે, જન્મથી મરણ સુધી સરકાર નાગરિકોની પડખે રહે છે, આ માટેની કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ જન કલ્યાણકારી યોજના ઘડવાની સાથે વ્યવસ્થા પણ કરી છે.

ગર્ભવતી, ધાત્રીઓ, બાળકો અને કિશોરીઓ સહિતના આરોગ્ય કલ્યાણ માટે રાજય સરકાર સતત દરકાર કરે છે. જન સુખાકારી માટે વિવિધ બાબતોના ફોલો અપ લેવાની સાથે નાગરિકોના આરોગ્યની ચિંતા પણ રાજય સરકારે કરી છે. આ માટે રાજય સરકાર દ્વારા નાગરિકોને જરુરી યોજનાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યુ કે, વિકાસના કામની સરવાણી સમગ્ર રાજ્યમાં ચાલતી જ રહેવાની છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે કેડી કંડારી છે, તે આગળ ધપી રહી છે અને તેની પ્રતીતિ નાગરિકોને પણ છે. આરોગ્ય મંત્રી એ ઉમેર્યુ કે, ભારત આર્થિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધીને વિશ્વમાં ચોથું સ્થાન ધરાવતી અર્થવ્યવસ્થા બની છે અને ત્રીજું સ્થાન મેળવવાની તૈયારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, નકારાત્મકતાથી જનકલ્યાણ પણ થઈ શકતું નથી. ગુજરાત રાજય સરકારે સકારાત્મકતાથી જન કલ્યાણના કાર્ય થકી નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. ભારતીય સંસ્કૃતિને અનુસરીને દુનિયા સાથે તાલ મિલાવતા યુવાનોનું ઘડતર થાય તેવી નવી શિક્ષણ નીતિ પણ રાજય સરકાર દ્વારા ઘડવામાં આવી છે. આરોગ્ય મંત્રી એ ધારી શહેરના નાગરિકોને નગરપાલિકા વિસ્તાર બન્યો તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા, આ સાથે ધારી સંત યોગીબાપાને યાદ કરીને વંદન કર્યા હતા.

હોસ્પિટલમાં મળશે આટલી સુવિધા
આ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પ્રસંગોચિત સંબોધન કર્યુ હતુ. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટી સાથેના સીએચસીમાં ભોંયતળિયા તથા બે નિર્મિત કરવામાં આવ્યા છે. જેમાં લીફટ, ડ્રેનેજ, પાણી પુરવઠો, ઓપરેશન થિયેટર, પુરુષ તથા મહિલા દદીઁઓના વોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧ ગાયનોકોલોજિસ્ટ, ૩ મેડિકલ, ૧ ડેન્ટલ, ૧ લેબ ટેક્નિશિયન, ૧ ફિઝિયોથેરાપિસ્ટ, ૧ એક્સ રે ટેક્નિશિયન સહિત ૩૫ અધિકારી કર્મચારીઓનું મહેકમ કાર્યરત રહેશે. જેમાં જનરલ વિભાગ, લેબર રુમ, ઓપરેશન રુમ, એન. બી.એસ.યુ., આઈ. સી.ટી.સી., ટીબી વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં ડાયાલિસિસ વિભાગ પણ આ કેન્દ્રમાં શરુ થશે.

આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, પ્રોબેશનર આઈએએસ અતુલ સિંઘ, વિભાગીય નિયામક એચ.બી. વાળા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઈ કોટડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન ભુવા, અગ્રણી યોગેશભાઈ કોટડીયા, રમણીકભાઈ સોજીત્રા, જીતુભાઈ કાથરોટીયા, જીતુભાઈ ડેર, પ્રાંત અધિકારી કમલેશ નંદા સહિતના પદાધિકારી અધિકારી અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો