છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો જેમ કે પાવીજેતપુરનો ડુંગરવાટ ગામનો માખણીઓ પર્વત, પૌરાણિક મંદિર પથ્થરનો માંડવો પર્વત ઉપરના બે તળાવો બે બાપની બારી પાંડવોના સમયના પૌરાણિક સ્થાનો પ્રાચીનકાલીન શિલાલેખ રોડ ક્લાઇમ્બિક ટ્રેનિંગ તથા શટૂન ગામે સુવા ડુંગર પાંડવોની ડેરીઓ, બારાવાડ ગામે તેલેશ્વરી માતાજીનું મંદિર જ્યારે છોટાઉદેપુર તાલુકાના વાઘસ્થળ ડુંગર ટુંડવા ગામે ટૂંડવા ટૂંડવી દેવ નાલેજ ગામે ચોક ભોગ માતાજીનું મંદિર જડિયાણા ગામે નાકટી ડેહરી મંદિર , ગાબડીયા ગામે હનુમાનજીનું મંદિર કીકાવાડા ગામે બાબો ભેહો ડુંગર ઘોઘાદેવ ગામે તથા કોરાજ ગામે પૌરાણિક ગુફાઓ અને હનુમાનજી મંદિર લેહવાટ ગામે પૌરાણિક સાંતેશ્વર મહાદેવ મંદિર, જ્યારે બોડેલી તાલુકામાં વાઘવા ગામે વાઘેશ્વરી માતાજી મંદિર અને શિવજી પુરા ગામે પૌરાણિક મહાદેવજીનું મંદિર જે આદિવાસી પ્રજા માટે આસ્થા અને શ્રદ્ધાના સ્થાનો હોય જેનો વિકાસ કરવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તા 15/5/25ના પત્ર લખી માંગ કરી હતી જેનો સરકાર તરફથી સકારાત્મક અભિગમ મળતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે આવનારા સમયમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના ધાર્મિક સ્થાનોનો વિકાસ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છોટાઉદેપુરના ધારાસભ્યની રજૂઆતોને ધ્યાને રાખીને લેખિતમાં સરકાર તરફથી પ્રત્યુતર આપવામાં આવ્યો છે કે ધારાસભ્ય દ્વારા કરેલી રજૂઆતની નોંધ લેવામાં આવી છે અને કલેક્ટર છોટાઉદેપુરને તારીખ 11/4/23 ના ઠરાવ અન્વયે જરૂરી વિગતો મોકલી આપવા તારીખ 10/6/2025 ના રોજ પત્ર પણ પાઠવવામાં આવ્યો છે જે સકારાત્મક અભિગમ મળતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં આનંદની લાગણી ફેલાઈ છે જ્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુરના ધાર્મિક સ્થાનોનો વિકાસ નિશ્ચિત છે જેનાથી જિલ્લાની પ્રજા ધાર્મિક સ્થાનોને મુલાકાત સરળતા થી લઈ શકશે તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું