કૃષ્ણ સ્વર્ગ,
કૃષ્ણ મોક્ષ, કૃષ્ણ પરમસાધ્ય ,
કૃષ્ણ જીવ , કૃષ્ણ બ્રમ્હા કૃષ્ણ જ
મારા આરાધ્ય.
ગૌલોક માંથી પરમ અવતાર શ્રીકૃષ્ણ જ્યારે ધરતી ઉપર અવતાર લ્યે છે ,ત્યારે એની બાલ લીલાઓથી મહાભારત સુધીની બધીજ કથા વાર્તા આપણે સંભાળી જ છે .
પૂર્ણને પરીપૂર્ણ કરતા શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર થોડા શબ્દોમાં સમજીએ
રામ અવતારમાં એક મોરનું ઋણ ઉતારવા માટે કૃષ્ણ અવતારમાં મોરપીચ્છને મસ્તક પર સ્થાન આપે એ કૃષ્ણ.
ગોકુળમાં સરળ માનવી સ્વરૂપે રહ્યા , રાધારાણી સાથે નિસ્વાર્થ પ્રેમની પરિભાષા શીખવાડી,ગોપીઓ સાથે રાસલીલામાં વાંસળી વગાળી . સુદામા ની મિત્રતામાં ભાન ભૂલ્યા , દ્રોપદીના સખા બન્યા , અર્જુનના સારથિ બન્યા. ગીતાજ્ઞાન આપ્યું .
રુકમણીને સાથે દાંમપત્યજીવન નિભાવી 1600 રાણીઓ સાથે રહી ને પણ રાધાના પ્રેમને વિસરિયા નહી.
એ પ્રેમ મંદિર હજી પણ હયાત છે . જ્યાં શ્રીકૃષ્ણ સંગ રાધારાણી બિરાજમાન છે .
કૃષ્ણની હર એક લીલા કંઈ નવું શીખવે છે . જયારે ગોકુલ મૂકીને જાય છે . કાન્હા કહે છે કે કોઈ પણ માણસ કે વ્યક્તિને એટલું મોહ નહી રાખો કે એને મૂકી ના શકો.
જીવનમાં આગળ વધતા રહો. આગળ આવતા હર એક સમયનો સામનો કરો. મામાં કંસ જેવા કેટલાય દુષ્ટ વિચારોને મારીને ભક્તિમય બની મનના મથુરામાં વાસ કરો. આ ભવસાગર પાર કરવા કૃષ્ણ પર
વિશ્વાસ રાખી નાવડીને હંકારિયે ત્યારે કૃષ્ણ સ્વયં એમાં સવાર થઈ ને
ભવસાગર પાર કરાવે છે .
જો ક્યારેય મોકો મળે તો સારથિ બનો સ્વાર્થી નહિ. મૌન જરૂરી છે પણ વાત મર્યાદાની હોય ત્યારે શસ્ત્ર ઉઠાવવું પણ અનિવાર્ય છે . જો આ બધુ એમજ સમજાઇ જાય તો વાંસળી વગાડવા વાળો શું મહાભારત થવા દે? શ્રીકૃષ્ણના જીવન ચરિત્રને જો કોઈ સમજી જાય તો માનવજીવન ચરિત્ર આસન થઇ જાય .
ઘરે ઘરે યશોદામૈયા ,ઘરે ઘરે નટખટ કાનુડા
હર એક માંતા માટે પુત્ર કાનુડા સમાન હોય છે . આપણે પુત્રને કાનુડાના વસ્ત્રો શણગાર આપીશું ,હાથમાં વાંસળી પણ આપીશું .માથે મોરપિચ્છ મુકીશું,
પણ શું ખરેખર એને કૃષ્ણ બનાવી શકીએ ને તો સમાજની હર એક રાધા નો પ્રેમ અમર થઇ જાય..
કાન્હા આવ તો ખરા!
હું પણ રાધા બની તારી વાંસળી સાંભળું, કાન્હા !આવ તો ખરા
માતા જશોદા બની માખણ ખવરાવું
કાન્હા ! આવ તો ખરા
ગોપી બની રાસલીલા રચાવું
કાન્હા ! આવ તો ખરા
મીરા બની ઝેર પણ પીવ હું
કાન્હા ! આવ તો ખરા
દ્રોપદી બની સખા પ્રેમથી પુકારું
કાન્હા ! આવ તો ખરા
અર્જુન બની ગીતાસાર સાંભળું
કાન્હા ! આવ તો ખરા
સુદામા બની મિત્રતાનો અનુભવ કરું
કાન્હા ! આવ તો ખરા
બધી યાદો ગોકુળમાં મૂકી ,
બની ગયા દ્વારકાધિશ
પણ ,હું તો કહીશ ,
કાન્હા એક વાર આવ તો ખરા.
જય દ્વારકાધીશ
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
નિકાવા