રાજ્યની સરકાર સતત ખેડૂતો માટે અનેક પ્રકારના વાયદાઓ કરે છે પણ તેને નિભાવી શક્તી નથી. અમરેલીના ખેડૂતોને સરકારે ફરી સહાયમાં ઠેંગો બતાવ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર નથી ખેડૂતોને ખાતર પૂરુ પાડતી તો બીજી બાજુ કૃષિનુકસાની ચુકવવાના વાયદા કરીને ખેડૂતોને વજ્રાઘાત પણ આપે છે. અમરેલીના ખેડૂતોને થયેલા અન્યાય મુદ્દે કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુંમરે સરકારને અને ખેડૂતોને પણ આક્રમક રીતે સવાલો કર્યા છે.
ગુજરાતની ભાજપ સરકાર અને કૃષિ મંત્રી અમરેલીના ચુંટાયેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓએ ખેડુતો ઉપર વ્રજઘાત કર્યો છે તેમ જણાવી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર તરફથી તા.૩૦/૦૮/૨૦૨૫ ના એક પરીપત્ર બહાર પાડી રાજ્યના ખરીફ સિઝન ઓકટોબર – ૨૦૨૪ માં અતિવૃષ્ટિના કારણે ખેડુતો પાયમાલ થયેલા હતા તે ખેડુતોને સાંત્વના આપવા માટે અમરેલીના ધારાસભ્ય અને દંડક ને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તરફથી તેમને લખેલા પત્રની નકલ સોશિયલ મીડિયા ફેરવીને રાહત પેકેજ તાત્કાલીક ધોરણે ચુકવશે તેવું અમરેલી જિલ્લાના ખેડુતોને દર્શાવવા માંગતા હતા પરંતુ આ પરીપત્ર જે જાહેર કર્યો છે તેમાં રાજ્યના છોટાઉદેપૂર, બીજા ક્રમે અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ આમ, ૬ જિલ્લાઓમાં તા.૦૯/૦૭/૨૦૨૫ ના ઠરાવ કરીને આ કૃષિ રાહત પેકેજ (કપાસ) રદ કરવામા આવે છે તેવો પરીપત્ર બહાર પાડી નુકશાનગ્રસ્ત ૧૯૨૨ ગામોના અસરગ્રસ્ત ખેડુતોને અમુક શરતો સાથે ઓકટોબર – ૨૦૨૪ માં નુકશાનીનુ સહાય આપવાનું સરકારે નક્કી કર્યું છે તો આ છ જિલ્લાના ખેડુતો પોતાની મગફળીના પાથરા તળાઇ ગયા છે બીજી જણસ ઉપર નુકશાન થયુ છે અને કપાસ તો સંપુર્ણ નિષ્ફળ ગયો હતો. જે અંગે તા.0૮/0૫/૨0૨૫ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીને પણ ખેડુતોને સહાયભુત બનવા રજુઆત કરી હતી છતા પણ ખેડુતોને અન્યાય થયેલ છે, તો આ સરકાર ખેડુતોને ખેડુત માનતી નથી? મારો પ્રશ્ન ખેડુતોને છે કે, ધારાસભ્યો રોજ આવીને તમારી પાસે નીત-નવી વાતો કરી અને વાહવાહી લુટે છે, તમને ખેડુતો માને છે કે કેમ? ખેડુતોને પોતાના મન મા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કેમ? તેમ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમ્મરે ધારાસભ્યો, સંસદસભ્યો અને ચુંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ખુલાસો કરે, અને આ રાહત પેકેજમા અંશત: કુંકાવાવ તાલુકાના ગામડાઓને માન્ય રાખી અને અમરેલી જિલ્લાના તમામ ખેડુતો ઉપર વ્રજઘાત કર્યો છે, ખેડુતોને પાયાનું ખાતર મળ્યુ નથી ખેડુતોને યુરીયા મળતુ નથી, ત્યારે આ ખેડુતોની સરકાર છે કે અદાણી અને અંબાણી ને માલામાલ કરવા માટે કામ કરતી સરકાર છે? તેનો જાહેરમાં ખુલાસો કરે તેમશ્રી જેનીબેન ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.
સવાલ તો સરકારને ઘણા બધા કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે રાજ્યની સરકાર અમરેલીના કે રાજ્યના ખેડૂતોના હિતમાં શું વિચારી રહી છે તેનો જવાબ આપે.